Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકાશે નહીં

    June 17, 2026

    વ્યારાના કણજા ગામેથી ગેરકાયદે રેતી ખનન પકડાયું

    June 17, 2026

    રાજ્યના પોલીસ અધિકારીઓ માટે DGP જી.એસ.મલિકનો આદેશ

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકાશે નહીં

      June 17, 2026

      વ્યારાના કણજા ગામેથી ગેરકાયદે રેતી ખનન પકડાયું

      June 17, 2026

      રાજ્યના પોલીસ અધિકારીઓ માટે DGP જી.એસ.મલિકનો આદેશ

      June 11, 2026

      નર્મદા: સવા વર્ષની દીકરીને ફાંસો આપી માતાએ પણ જીવન ટૂંકાવ્યું

      June 10, 2026

      અક્તેશ્વર: આવેલી નર્મદા મોટર્સ શો રૂમમાં ગ્રાહકે બાઈકના તમામ હપ્તા ચૂકવી દીધા છતાં NOC ન આપતા વિવાદ

      June 10, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકાશે નહીં

      June 17, 2026

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે આ કામ જરૂરી કરાવી લેજો

      May 12, 2026

      તમિલનાડુમાં થલાપતિ વિજય સીએમ બનતા જ 200 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

      May 10, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»અક્તેશ્વર: આવેલી નર્મદા મોટર્સ શો રૂમમાં ગ્રાહકે બાઈકના તમામ હપ્તા ચૂકવી દીધા છતાં NOC ન આપતા વિવાદ
    ગુજરાત

    અક્તેશ્વર: આવેલી નર્મદા મોટર્સ શો રૂમમાં ગ્રાહકે બાઈકના તમામ હપ્તા ચૂકવી દીધા છતાં NOC ન આપતા વિવાદ

    samachar shatakBy samachar shatakJune 10, 2026Updated:June 10, 2026No Comments5 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મથકેથી 1 કિલોમીટર દૂર અક્તેશ્વર ચોકડી પાસે આવેલી “નર્મદા મોટર્સ” શોરૂમમાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ફાઈનાન્સ પર લીધા બાદ તમામ ૨૯ હપ્તા સમયસર ચૂકવી દેવા છતાં NOC (No Objection Certificate) ન આપતા સ્થાનિક આદિવાસી ગ્રાહકએ ગ્રાહકસુરક્ષા અને જિલ્લા વહીવટી તંત્ર સુધી ફરિયાદ કરશે.
    નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મથકેથી 1 કિલોમીટર દૂર અક્તેશ્વર ચોકડી પાસે આવેલી “નર્મદા મોટર્સ” શોરૂમમાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ફાઈનાન્સ પર લીધા બાદ તમામ ૨૯ હપ્તા સમયસર ચૂકવી દેવા છતાં NOC (No Objection Certificate) ન આપતા સ્થાનિક આદિવાસી ગ્રાહકએ ગ્રાહકસુરક્ષા અને જિલ્લા વહીવટી તંત્ર સુધી ફરિયાદ કરશે.

    રમણ તડવીએ જણાવ્યું કે, તેમણે ગરુડેશ્વર નજીક અક્તેશ્વર ચોકડી પાસે આવેલ નર્મદા મોટર્સ શોરૂમમાંથી સ્પ્લેન્ડર મોટરસાયકલ શો રૂમ દ્વારા હીરો ફિનકોર્પ ફાઈનાન્સ કરાવી વાહન આપ્યું હતું. જેના તમામ હપ્તા ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કુલ ૨૯ હપ્તા પૂરા કરીને તમામ રકમ ચૂકવી દેવામાં આવી હતી, તેમ છતાં આજે ૮ મહિના પસાર થવા આવ્યા, શોરૂમ તરફથી NOC આપવામાં આવતી નથી. આ ખબર NOC કેમ નથી આપતા એ ત્યારે પડી જ્યારે હીરો ફિનકોર્પ તરફથી દિવસમાં ૭ થી ૮ વાર ફોન આવવાના શરૂ થયા…અને હીરો ફિનકોર્પ ફાઇનાન્સનું કહેવું છે કે તમારો “એક હપ્તો બાકી છે, જે ચૂકવવો પડશે જો નહીં ચૂકવો તો તમને નોટિસ મોકલીશું, ફરિયાદ કરીશું જેવી ધમકીભર્યા ફોન આવે છે, જેનાથી હું માનસિક રીતે હેરાન થઈ રહ્યો છે. જ્યારે અમે હીરો ફિનકોર્પ ફાઇનાન્સ માંથી આવેલ ફોનમાં વાત કરતા મેડમને પૂછ્યું કે, અમારા તમામ હપ્તા ચૂકવાઈ ગયા છે તો શું કરવું ત્યારે તેઓનું કહેવું છે કે, તમે શો રૂમ પર જઈને તમારો હપ્તો ભરાઈ ગયો છે, એ અપડેટ્સ કરાવો એટલે અમારે ત્યા એની એન્ટ્રી થઈ જશે. એ તમારે શો રૂમ પર જઈને મેનેજર સાથે વાત કરવી પડશે પરંતુ જ્યારે શોરૂમમાં જઈએ ત્યારે જવાબદાર વ્યક્તિઓ તરફથી એવા જવાબો મળે છે કે આજે એ માણસ નથી કાલે આવજો આજે કોઈ નથી એવા એક બાદ એક તારીખ પર તારીખ આપીને ધર્મના ધક્કા ખવડાવી, આ હપ્તો લેનાર એજન્ટ કોણ છે, જેણે હપ્તો નથી ભર્યો એજન્ટને બોલાવો એ માટે વારંવાર રૂબરૂ અને ફોન મારફતે સંપર્ક કરવામાં આવે છે, ત્યારે કર્મચારીઓ ઉડાવ જવાબો આપે છે અને કોઈ સ્પષ્ટ સમાધાન આપતા નથી. આજે સાંજ સુધીમાં થઈ જશે.. જેવા બહાર બનાવે છે..!

    ચિરાગકુમાર તડવી યુવા પત્રકારનું કહેવું છે કે, જ્યારે હું ગ્રાહકને મળ્યો ત્યારે જાણવા મળ્યું કે, નર્મદા મોટર્સ છેલ્લા ૮ મહિના થી ધક્કા ખવડાવે છે, અને જાણે આદિવાસી ગ્રાહકની ધૈર્યની પરીક્ષા લેતા હોય એવું લાગી છે, પરંતુ એમને ખબર નથી, કે હવે આદિવાસી સમાજના યુવાનો પણ શિક્ષિત અને જાગૃત થયા છે, આ અંગે અમે માહિતી મેળવી ત્યારે ખબર પડી કે નર્મદા મોટર્સ સહિત અન્ય પણ એમના શોરૂમમાં ગાડીઓની ખરીદી કરે ત્યારે તેઓ આદિવાસી વિસ્તારના ભોળા અશિક્ષિત સમજીને સ્થાનિક લોકોને વિશેષ રીતે નિશાન બનાવીને વધારાના પૈસા કમાવવાની અને હેરાન કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી હોય એવું લાગે છે. શો રૂમ માંથી ગાડી લીધી જેનું ફાઇનાન્સ પણ શો રૂમ તરફથી કરી આપવામાં આવે છે, જેના તમામ હપ્તા રોકડ શો રૂમ પર જઈને જમા કરાવ્યા છે, જેનું કાર્ડ પણ છે, જેમાં તારીખ પ્રમાણે નોંધ થઈ છે. પરંતુ ફાઇનાન્સ કંપનીનું કહેવું છે કે, તમારા પૈસા એજન્ટે જમા નથી કર્યા જેની એન્ટ્રી નથી કરી.. તમે શો રૂમ પર જઈને વાત કરો પરંતુ શો રૂમ તરફથી કોઈ પ્રત્યુત્તર મળતો નથી.. એક બાદ એક વાયદાઓ કરી આજે થશે કાલે થશેના વાયદાઓ કરી હેરાન કરે છે. ત્યારે સવાલ એ થાય છે આવું તો કેટલાય ગ્રાહકો સાથે આ શો રૂમના એજન્ટો કરતા હશે અને વધારાના પૈસા ભરવા માટે માનસિક રીતે હેરાન કરતા હશે. શો રૂમના જવાબદાર વ્યક્તિઓ સાથે રૂબરૂ અને ફોનથી આ બાબતે વાત કરીએ ત્યારે કહે છે આજે થશે કાલે થશે આમ ૮ મહિના કરતા વધુ સમય થયો છે. તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી..

    આદિવાસી વિસ્તારના લોકો સુરત, વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં જઈને ધમધોકતા તડકામાં કાળી મજૂરી કરી હપ્તા સમયસર ભરતા હોય છે. પરંતુ એસી રૂમમાં બેસીને બેમાનીના પૈસા ખાવાની ટેવ પડી હોય એવા લોકો આ મજૂરી કરી ઈમાનદારીથી પૈસા ચૂકવતા હોય એમની વેદના ન ખબર પડે હવે આદિવાસી લોકોએ પણ આવા બેઈમાના સામે અવાજ ઉઠાવવો પડશે..
    વધુમાં સ્થાનિક લોકો સાથે ગાડી હપ્તા ફ્રોડ કેટલા લોકો સાથે થયું છે એ બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, એમના શો રૂમ પર માણસ જોઈને લોકોને ટાર્ગેટ કરી એજન્ટ ને તમામ હપ્તા ભર્યા હોવા છતાં તેઓ ફાઈનાન્સ કંપની સુધી એક હપ્તો ન પહોંચાડે ફાઈનાન્સ કંપની દ્વારા ફોન આવે ત્યારે જ ખબર પડે આપણે ભરેલા પૈસા ઉચાપત કર્યા છે અને જ્યારે શો રૂમ પર જઈએ ત્યારે એજન્ટો હપ્તો ક્લીયર કરવા ૧૦૦૦ રૂપિયા અથવા વ્યક્તિ જોઈને પૈસા ઉઘરાણી કરતા હોય છે, અને વારંવાર ધક્કા ખવડાવે છે. જે બાબત પણ તપાસનો વિષય છે, નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતે તપાસ કરવી જોઈએ અને શો રૂમના જવાબદાર વ્યક્તિઓ પર કાર્યવાહી થવી જોઈએ

    શું શો રૂમના જવબાદર વ્યક્તિઓ પોતાની જવાબદારી માંથી છટકવા માંગે છે..?
    ક્યા સુધી આદિવાસી વિસ્તારમાં આવીને આદિવાસીઓને લૂંટવાની કોશિશ કરશો.??
    આદિવાસી સમાજને અશિક્ષિત, અજ્ઞાની અને ભોળા સમજીને લૂંટવાની કોશિસ કરશો એ હવે નહીં ચાલે..

    Installment Narmada Motors Showroom NOC
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકાશે નહીં

    June 17, 2026

    વ્યારાના કણજા ગામેથી ગેરકાયદે રેતી ખનન પકડાયું

    June 17, 2026

    રાજ્યના પોલીસ અધિકારીઓ માટે DGP જી.એસ.મલિકનો આદેશ

    June 11, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,030

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025695

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025601

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025489
    Don't Miss
    ગુજરાત

    ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકાશે નહીં

    By samachar shatakJune 17, 20267

    કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને કફ સિરપ સહિત તમામ પ્રકારના…

    વ્યારાના કણજા ગામેથી ગેરકાયદે રેતી ખનન પકડાયું

    June 17, 2026

    રાજ્યના પોલીસ અધિકારીઓ માટે DGP જી.એસ.મલિકનો આદેશ

    June 11, 2026

    નર્મદા: સવા વર્ષની દીકરીને ફાંસો આપી માતાએ પણ જીવન ટૂંકાવ્યું

    June 10, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકાશે નહીં
    • વ્યારાના કણજા ગામેથી ગેરકાયદે રેતી ખનન પકડાયું
    • રાજ્યના પોલીસ અધિકારીઓ માટે DGP જી.એસ.મલિકનો આદેશ
    • નર્મદા: સવા વર્ષની દીકરીને ફાંસો આપી માતાએ પણ જીવન ટૂંકાવ્યું
    • અક્તેશ્વર: આવેલી નર્મદા મોટર્સ શો રૂમમાં ગ્રાહકે બાઈકના તમામ હપ્તા ચૂકવી દીધા છતાં NOC ન આપતા વિવાદ
    • જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો બન્યા છે તેમના જાતિના પ્રમાણ પત્રની ચકાસણી કરવા આવેદન પત્ર
    • નસવાડી તાલુકાની એકમાત્ર મદની સ્કૂલને વ્યવસાયલક્ષી શિક્ષણની મંજૂરી
    • અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !
    • ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો
    • નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકાશે નહીં

    June 17, 2026

    વ્યારાના કણજા ગામેથી ગેરકાયદે રેતી ખનન પકડાયું

    June 17, 2026

    રાજ્યના પોલીસ અધિકારીઓ માટે DGP જી.એસ.મલિકનો આદેશ

    June 11, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,030

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025695

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025601
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.