સોનગઢ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહને સંયુક્ત બાતમી મળતા વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની 317(2), 317(4), 318(4), 319(2), 61(2)એ 3(5) તથા આઈ.ટી.એક્ટ 2000ની કલમ 33 (સી) 66 (ડી) મુજબના ગુનાના કામે સંડોવાયેલા અને નાસતો ફરતો વોન્ટેડ આરોપી યાસીર જલાલુદ્દીન શેખને ઝડપી લેવામાં આવ્યો હતો.તેમજ આરોપીના કબ્જામાંથી ઓપ્પો કંપનીનો મોબાઈલ જપ્ત કરી અટક કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કમલ-35(1) જે મુજબ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.પટેલ
એ.એસ.આઈ ધર્મેશભાઈ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ
હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
આ તમામ ઉપરના સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં હજુ પણ ગુનો આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો બાજ નજર રાખી તપાસ કરી રહી છે.

