સોનગઢ નગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્ટ કરતું ટ્રેક્ટર ખૂદ આરોગ્ય સમિતિના અધ્યક્ષે સોનગઢ નગરપાલિકાને કલાક પર ભાડે આપ્યું હોવાની ચર્ચા સમગ્ર સોનગઢ નગરમાં ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ટ્રેક્ટર માત્ર ત્રણ કલાક કચરો ઉઘરાવે અને ભાડું આઠ કલાકનું લેવાતું હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યો છે.
નગરપાલિકાના પૈસે ડીઝલ પુરાવી ટ્રેક્ટર દ્વારા બપોર પછી પ્રાઇવેટ ભાડાના ફેરા પણ મારવામાં આવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. સોનગઢ નગરના લોકોના વેરાના પૈસા જો આ રીતે નગરપાલિકાના કોર્પોરેટરો આડેધડ વાપરશો તો નગરપાલિકા દેવામાં ડૂબી જશે એ વાત નક્કી છે.
મહત્વનું છે કે, સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ટ્રેક્ટરને ક્યારે છૂટું કરવામાં આવશે. અને કોર્પોરેટર પર ક્યારે કાર્યવાહી થશે તે સમગ્ર બાબતો પર સોનગઢ નગરના લોકોની નજર મંડાયેલી છે.
સોનગઢ નગર પાલિકાના ચીફ ઓફિસર સહદેવસિંહ વનારનું નિવેદન
સોનગઢ નગર પાલિકાના કોર્પોરેટર ભ્રષ્ટાચારકાંડમાં સોનગઢ નગર પાલિકાના ચીફ ઓફિસર સહદેવસિંહ વનારે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે, આ સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને જો તપાસમાં કંઈ વાંધાજનક બાબત હશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

