તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા સોશ્યિલ મીડિયા બુલીંગ હેઠળ દાખલ થયેલા સાયબરના ગુનાઓ શોધી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે માર્ગદર્શન મુજબ સોનગઢ પોલીસ સ્ટેશનમાં 2026 ભારતીય ન્યાય સંહીતા 2023ની કલમ 336(4), 356(2) તથા આઈટીએક્ટ 2000ની કલમ-66(સી), 66(ડી) મુજબનો ગુનો દાખલ થયો હતો. જેમાં એક અજાણ્યો શખ્સ એક છોકરીને ફેસબુક આઈડી પર મેસેજ કરી પરેશાન કરતો હતો. જેની ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસની વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા અને અંગત બાતમીના આધારે તપાસ કરતા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામેથી છોકરીને સોશ્યિલ મીડિયા પર હેરાન કરનાર આરોપી જીજ્ઞેશભાઈ ઉર્ફે કાળુ લક્ષ્મણભાઈને ઝડપી લેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:———
ડી.વી.ઢોલા, પોલીસ ઈન્સ્પેક્ટર
કે.આર.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઈ માર્મિક હરેશભાઈ
હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભુપતભાઈ
પોલીસ કોન્સ્ટેબલ ભેરાભાઈ ચાંપાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ મોતીભાઈ રામાભાઈ


