D.G.GAMIT
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શંકુતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા અને ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે IPCની કલમ 143, 14, 1149, 186, 294, 353, 386, અને આર્મ્સ એક્ટની કલમ 25 વગરે મુજબ ગુનો નોંધ્યો હતો. નર્મદાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી.
ઓક્ટોબર 2023માં ડેડિયાપાડા વિસ્તારમાં સ્થાનિક લોકોની ખેતીની જમીન પરના પાક હટાવવા મામલે આપના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધમકાવ્યા હતા. આ મામલો વધારે વણસતા તેમણે હુમલો પણ કર્યાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં તાજેતરમાં નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની શંકુતલા ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને સાત વર્ષની સજા ફટાકારી હતી.
જો કે, આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ચૈતર વસાવાની પત્ની શંકુતલાબેન વસાવા, રમેશ ગીગા વસાવા, બલીરામ કાળુસીંગ વસાવા, મોગરાબેન રમેશ વસાવા, અને મરીયમ બેન ઝવેર વસાવા એમ કુલ પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા. અને ઠરાવ્યું હતું કે, આ કેસમાં આરોપીઓની કોઈ સીધી ભૂમિકા આવતી નથી કે તેમણે ફરિયાદ કે સાક્ષીઓને કોઈ ઈજાઓ પહોંચાડી નથી. હાઈકોર્ટે આ પાંચેય આરોપીઓને ટ્રાયલ કોર્ટે ફટકારેલી સાત વર્ષની સજાને પણ સ્થગિત કરતી મોટી રાહત આપી હતી. જ્યારે આ કેસમાં આવતીકાલે ગુજરાત હાઈકોર્ટેમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

