તાપી ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબિશનના ત્રણ ગુનામાં નાસતા-ફરતા લીસ્ટેડ બુટલેગરને સકંજામાં લીધો છે. તાપી એસપીએ જિલ્લામાં ગુનો આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી. એસપીની સૂચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રિવન્દ્ર મહેન્દ્રને સંયુક્ત રીતે બાતમી મળતા સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમ -65 (ઈ), 81, 98 (2), 116(બી) મુજબ તથા સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાં પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ-65 (ઈ), 81, 98(2),116(બી) તેમજ ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતા વોન્ટેડ આરોપી પુનમ ઉર્ફે બાથા ભરવાડને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર સ્ટાફ:——-
પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.રાવલ
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.પેટલ
એ.એસ.આઈ જયેશ લિલકીયા
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
હેડ કોન્સ્ટેબલ લેબજી પરબત
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્ર
પોલીસ કોન્સ્ટેબલ રાજીશ ગોપાળ
પોલીસ કોન્સ્ટેબલ રાજુ જીણા

