Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

      August 30, 2026

      વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

      August 29, 2026

      તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

      August 27, 2026

      ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!

      August 25, 2026

      બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

      August 23, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026

      વિશ્વ આદિવાસી દિવસની સરકારી ઉજવણી પર બ્રેક, આદિવાસી સમાજમાં રોષ..!

      August 12, 2026

      9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

      August 6, 2026

      Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું

      July 25, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ધરમપુરમાં આદિવાસી સમાજની રાજા રજવાડા સમયની ‘‘નાળિયેર ટપ્પા’’ની રમત આજપર્યંત જીવંત
    ગુજરાત

    ધરમપુરમાં આદિવાસી સમાજની રાજા રજવાડા સમયની ‘‘નાળિયેર ટપ્પા’’ની રમત આજપર્યંત જીવંત

    samachar shatakBy samachar shatakAugust 13, 2026No Comments6 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દિવાસો શરૂ થતા જ હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાસાથી દિવાળી અને દેવદિવાળી સુધી અનેક તહેવારોમાં વિવિધ સમાજની અનેક ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે ત્યારે વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે જાણીતો છે. આદિવાસી સમાજ ભલે આજે આધુનિક યુગમાં જીવતો હોય પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યો છે. ખેતરોમાં રોપણી કર્યા બાદ આનંદ ઉજવવા માટે આદિવાસી સમાજના લોકો દિવાસા પર્વની ઉમંગભેર ઉજવણી કરે છે. બહુધા વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજ પોતાની પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતો ‘‘નાળિયેર ટપ્પાનો રમોત્સવ’’ આ દિવસે રમે છે. જે આજના સમયમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

    ધરમપુરમાં દિવાસાના દિવસે ખેલાતા ટપ્પા રમોત્સવને ‘‘ટપ્પા યુધ્ધ’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે દિવાસાની ઉજવણી કરવા માટે ધરમપુરના સમડી ચોક ખાતે આદિવાસી સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.ધરમપુરના આદિવાસી સમાજના આગેવાન ડો. હેમંત પટેલ જણાવે છે કે, દિવાસાનો દિવસ આદિવાસી સમાજ માટે ઉત્સવનો દિવસ છે. અષાઢી મહિનાના અંતિમ દિવસ એટલે કે અષાઢી અમાસે દિવાસો ઉજવાય છે. આદિવાસી ભેરૂઓ વરસાદી વાતાવરણમાં રોપણી કર્યાનો આનંદ મનાવવા ટપ્પા રમત રમી જીવનમાં નવા રંગો ભરવાની પરંપરા નિભાવે છે. ગામડામાં ઢીંગલા ઢીંગલીને શણગારી વાજતે ગાજતે આદિવાસી વાદ્યો સાથે લગ્નના ગીત ગાતા ગાતા નદીમાં તરતા મુકવાની પણ પરંપરા હજુ સુધી જીવંત છે.

    આદિવાસી સમાજમાં વિવિધ તહેવારોની ઉજવણીનો પ્રારંભ પણ દિવાસા સાથે થાય છે. ધરમપુરના સમડી ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં આદિવાસીઓ નાળિયેર ટપ્પા દાવની રમત રમે છે. જે પરંપરાગત ઉત્સવ છે. આ ટપ્પા દાવ રમતમાં એક અંદાજ મુજબ ૨૦ હજારથી ૨૫ હજાર નંગ નાળિયેરની ખપત થઈ જાય છે. નાળિયેરને પવિત્ર માની આદિકાળથી ટપ્પા દાવ રમત રમાઈ છે. પહેલા ધરતી માતાને નાળિયેરનું પાણી અર્પણ કરી તુટેલા નાળિયેર પ્રસાદી તરીકે વહેંચે છે. અહીં દરેક વર્ગના લોકો આ રમતમાં ભાગ લે છે. આજની નવી પેઢીના યુવાનો માટે આ ટપ્પા રમત પોતાની સંસ્કૃતિનું ગૌરવ સમાન ગણાય છે.

    નાળિયેર ટપ્પા દાવની રમત શું છે તે અંગે વધુ વિગત આપતા ડો. હેમંત પટેલ જણાવે છે કે, આ રમતમાં બે લોકો ભાગ લે છે. જેમાં એક વ્યકિત પોતાનું નારિયળ હાથમાં પકડી રાખે છે અને બીજો વ્યકિત પોતાના નારિયળ વડે સામે વાળાના નારિયળ ઉપર ટપ્પો મારે છે. જેનું નારિયળ ફૂટી જાય તે સ્પર્ધક હારી જાય છે અને તેનુ નાળિયેર વિજેતાને આપી દે છે. આ સમયે અન્ય લોકો બંને પક્ષને જીતાડવા માટે ઉત્સાહ વધારે છે. ધરમપુરમાં રાજા રજવાડાના સમયથી આ રમત ચાલી આવી છે. આદિવાસી સમાજમાં એવી લોકવાયકા છે કે, આ ટપ્પા રમતમાં આત્મીયતાનો ભાવ રહેલો છે. ધરમપુર અને તેના આસપાસના વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ અહી આવે છે એક બીજાને મળે છે અને ટપ્પા રમત રમી દિવાસાના તહેવારની ઉજવણીનો અનેરો લ્હાવો લે છે. આદિવાસી સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા માટે દર વર્ષે આ ટપ્પા રમત રમે છે.

    Dharampur Tappa game Tribal society
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025614

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025497
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    By samachar shatakAugust 30, 202644

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું…

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026

    ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!

    August 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!
    • વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો
    • તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો
    • ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!
    • બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
    • તાપી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ
    • તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!
    • સોનગઢ: ATMમાં છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, કેવી રીતે કરતા ઠગાઈ જાણો..?
    • ગારખડી ખાતે ઔષધીય વનસ્પતિ અને વિજ્ઞાન આધારિત વિજ્ઞાન મેળો યોજાયો
    • ધરમપુરમાં આદિવાસી સમાજની રાજા રજવાડા સમયની ‘‘નાળિયેર ટપ્પા’’ની રમત આજપર્યંત જીવંત
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025614
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.