વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીથી લાંબા સમયથી ફરાર આરોપી પોલીસની પકડમાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા તાપી-વ્યારા રેન્જના પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન એલ.સી.બી. તાપી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વાલોડ નાયરા પેટ્રોલ પંપ પાસે બાવા આમટેટીની લારી પાસેથી વોન્ટેડ આરોપી કાંતિલાલ રાજુલાલ ઠાકોર પટેલ, ઉંમર આશરે 25 વર્ષ, રહે. ડેપ ગામ, કાંજ ફળિયું, તા. મહુવા, જિ. સુરત,ને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીને તા. 22 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 1:30 વાગ્યે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હતો અને તે ગુનામાં નાસતો ફરતો હતો.
LCB અને પેરોલ ફ્લો સ્કડોની સંયુક્ત કામગીરી
આ કાર્યવાહી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફ્લો સ્કોડના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી. ટીમે બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરી વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો હતો.આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

