તાપી જિલ્લાના એકમાત્ર ખાંડ ઉદ્યોગ વ્હારા સુગરની કામગીરી સામે ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. શેરડી પકવતા ખેડૂતોને સમયસર નાણાં નહીં મળતા આક્રોશ વધ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા સુગર ફેક્ટરીને કરોડોની સહાય મળ્યા બાદ પણ શેરડીના નાણાંની ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી હોવા છતાં સુગરના સંચાલકો તરફથી યોગ્ય જવાબ નહીં મળતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, વર્ષ 2024-25 દરમિયાન શેરડી વાવેતર માટે ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા અને સમયસર પેમેન્ટની ખાતરી આપવામાં આવી હતી. જોકે હવે નાણાંની ચૂકવણીમાં વિલંબ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ મુદ્દે ખેડૂતો દ્વારા ચેરમેન અને ડિરેક્ટરો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ફોન ન ઉપાડવા અને યોગ્ય જવાબ ન આપવા સામે પણ ખેડૂતોમાં નારાજગી છે.વ્યારા સુગરના ડિરેક્ટરો ખેડૂતોને વારંવાર ખોટા-ખોટા વચનો આપી રહ્યા છે. છેલ્લાં કેટલાક સમયથી ખેડૂતો પેમેન્ટ માટે સુગર ફેક્ટરી પર આટાફેરા મારી રહ્યા છે. પરંતુ વ્યારા સુગરના જાડી ચામડીના સત્તાધીશો ખેડૂતોને પેમેન્ટ આપવા તૈયાર નથી. ખેડૂતોએ એ પણ આક્ષેપ કર્યાં છે કે, સત્તાધીશો યોગ્ય જવાબ ન આપતા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

