તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરકચ્છ ગામના ગામઠાણ ફળિયામાંથી 14 જુલાઈ, 2026ના રોજ પાર્કિંગમાં મૂકેલી બાઈક ચોરી થઈ હતી. આ અંગે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ગણપતસિંહ રૂપસિંહ અને અ.હે.કો. જીગ્નેશભાઈ સદાશિવને બાતમી મળી હતી કે ચોરી થયેલી બાઈક આરોપી વિવેકભાઈ અશોકભાઈ ચૌધરી, રહે. ઉમરકચ્છ, પટેલ ફળિયું, ડોલવણ, લઈને ગડત આશ્રમ તરફ આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી કાળા રંગની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ-19-L-6473, કિંમત રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ મુજબ આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આરોપી અગાઉ વ્યારા અને વાલોડ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું પ્રેસ નોટમાં જણાવાયું છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ગામીતના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

