તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મોટી કાર્યવાહી કરી. છેલ્લા ૨૫ વર્ષથી વાલોડ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર તથા ધાડના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડી જેલમાં પૂરી દીધો છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ ?
માર્ચ ૨૦૦૦માં વાલોડ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૯૬, ૨૦૧, ૧૨૦- બી, મુજબનો ડબલ મર્ડર તથા ધાડનો ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપીઓએ કાવતરૂ રચી ફરીયાદીની યાર્નના કાર્ટુન ભરેલી ટ્રક નંબર MH-04-P-3476માં મુસાફર તરીકે કીમ ચાર રસ્તા ખાતેથી બેસી વાલોડ નજીક પેશાબ કરવાના બહાને ટ્રક ઉભી રખાવી ટ્રકના ડ્રાઈવર પરસરામ દત્તરામ યાદવ અને ક્લીનર નનકન યાદવને વારા ફરતી કેબલ વડે આરોપીઓએ ગળે ફાસો આપી મોત નિપજાવી ડ્રાઈવરની લાશને વાલોડ પોલીસની હદમા તથા ક્લીનરની લાશના માથા ઉપર ટ્રકનું વ્હિલ ફેરવી તેની લાશને માંડવી પોલીસ સ્ટેશનની હદમાં ફેંકી દઈ ટ્રકમાં ભરેલા યાર્ન કાર્ટુન-૧૨૯, કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦ની લુંટ કરી ટ્રકને વ્યારા પોલીસ સ્ટેશનની હદમા બીનવારસી છોડી દઈ નાશી જઈ એકબીજાની મદદગારીથી ગુનો કર્યો હતો. આ ઘટના મુદ્દે વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૬/૨૦૦૦ ઈ.પી.કો. કલમ ૩૯૬, ૨૦૧, ૧૨૦- બી મુજબનો અનડીટેકટ ગુન્હો દાખલ થયો હતો.
ગુનાના ધરપકડ કરાયેલા આરોપીઓ:-
(૧) ઉમર મહંમદ અલ્તાક હુસેન સેયદ
(૨) અકીબખાન ઉર્ફે મામા યાસુખાન પઠાણ
(૩) સુભાષભાઈ મોજીલાલ સીંગ
(૪) મોબીન અહેમદ મહંમદ ઈંદ્રીશ શેખ
(૫) શમશેરઅલી અખબરખાનની ધરપક્ડ કરવામાં આવી હતી
ગુનામાં વોન્ટેડ જાહેરકરાયેલા આરોપીઓ:-
(૧) મશુદઅલી સરવબઅલી સૈયદ
(૨) ગીરીશ ઉર્ફે લલ્લુ શિવસહાય મીશ્રા
(3) વકીલ નાઓને વોન્ટેડ જાહેર કર્યાં હતા. ઉપરોક્ત અટક કરવામાં આવેલ આરોપીઓ પૈકી આરોપીઓ શર્મ સરઅલી અખબરખાન તથા મોબીન અહેમદ મહંમદ ઈદ્રીશ શેખનાઓ ભરૂચ ખાતેથી કેદી જાપ્તામાંથી ફરાર થતી વખતે આરોપી શમશેરઅલી અખબરખાનનાનો પોલીસ એન્કાઉન્ટરમાં મરણ પામેલ હતો. ઉપરોકત ગંભીર પ્રકારના ગુનામાં અટક કરવાના બાકી રહેતા આરોપીઓ શોધી કાઢવા સારૂ ડી.એસ.ગોહીલ પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી.તાપી તથા જે.બી આફિર, પોલીસ ઇનપેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ તાપી નાઓના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ પો મ ઇ.એન.એસ.વસાવા, પેરોલ ફર્લો સ્કોડ જી.તાપી નાઓ પોલીસ ટીમના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ બાબતે જરૂરી હ્યુમન સોર્સ દ્વારા તેમજ ટેકનિકલ દ્વારા માહિતી મેળવતા હતા.
દરમ્યાન એ.એસ.આઈ ધર્મેશભાઇ મંગનવાઇ, પો.કો.રોનકભાઈ સ્ટીવનસનને મળેલી બાતમી આધારે સુંદર ગુનાનો છેલ્લા ૨૫ વર્ષથી નાસતો ફરતો આરોપી ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને ઉત્તરપ્રદેશથી પકડી પાડી વધુ તપાસ માટે વાલોડ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીએ વાળ-દાઢી વધારી વેશ પલ્ટી કરી પોતાની ઓળખ છુપાવી અલગ અલગ જગ્યાએ રહી આજદિન સુધી નાસતો ફરતો હતો.
કામગીરી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓની ટીમ:-
પો.ઇન્સ.ડી.એસ.ગોહિલ, એલ.સી.બી. તાપી
પો.ઇન્સ.જે.બી.આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
પો.સ.ઈ. એન.એસ.વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
પો.સ.ઈ. કે.આર.પટેલ, એલ.સી.બી. તાપી
એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ
પો.કો. રોનકભાઈ સ્ટીર્વસન
એ.એસ.આઇ. કિરણભાઈ વેચ્યાભાઇ તથા એલ.સી.બી. તાપી અને પેરોલ ફર્લો સ્કોડ તાપીની ટીમે આ કામગીરી કરી ગુનો ઉકેલી નાખ્યો છે.

