નિઝર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો.ગુનાની ગંભીર સમજી પોલીસ તપાસ કરતા ગુનો ઉકેલી નાખી આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી.વિટ્ઠલપરાને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ખનોરા ગામે ચોરાયેલ સોના ચાંદીના ઘરેણા રૂમકીતળાવ ગામે બે ઈસમો વેચવાની ફિરાકમાં છે. જેથી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. વિટ્ઠલપરા,એમ.આઈ.વસાવા, પોલીસ કોન્સ્ટેબલ મુકેશ સેધાજી તથા અન્ય પોલીસ કર્મચારીઓ ખાનગી વોચ ગોઠવી હતી. આ દરમ્યાન રૂમકીતળાવ બાજુ બે ઈસમ ચાલતા-ચાલતા આવતા હોય જેમની પૂછપરછ કરતા પોતાની પાસે રહેલા સોના-ચાંદીના ઘરેણા ખનોરા ગામે બંધ મકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. જેથી આરોપી રાજુભાઈ છોટીયાભાઈ પાડવી, વસંત સદુ પવાર અને દતુ રામદાસ પવારની અટકાયત કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલી વસ્તુઓ:-
સોનાના મંગળસુત્ર નંગ-02, જેની કિંમત 50,000
ચાંદીના વાલા-01,જેની કિંમત 11,000
ચાંદીના સાંકળા-01 જેની કિંમત 8,000
ચાંદીના સાંકળા-01, જેની કિંમત 3700નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્ય હતો. આરોપીઓની વધારે પૂછપરછ કરતા તેમની પાસેથી સોનાની લોકેટ સાથેની ચેન-01 જેની કિંમત 70,000 તથા ચાંદીના સારન્યા-01 જેની કિંમત 22,000 એમ કુલ મળીને 1,64,700નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. વિટ્ઠલપરા
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આઈ.વસાવા
પોલીસ કોન્સ્ટેબલ મુકેશ સેંધાજી
પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અરવિંદ
પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ મસાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ ઘનશ્યામસિંહ
પોલીસ કોન્સ્ટેબલ સંતવાન ગોમાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ યતીનભાઈ શ્રાવણભાઈ
પોલીસ કોન્સ્ટેબલ મનોભાઈ વિરસંગભાઈ
પોલીસ કોન્સ્ટેબલ સંદિપભાઈ ગાછાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ બ્રીજલાલ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.



