તાપીના પીઠાદરા ગામના દાદરી ફળિયામાં રહેતા એક ફરિયાદીના ઘરે આરોપી નરેન્દ્રભાઈ મદનમોહન સિંહ ટીવી ન્યુઝ 24 PRESS તથા સપનાસિંધ ઉપેન્દ્રસિંઘ રાજપૂત એક્ષપ્રેસ PRESS તથા આરોપી હિરેન વસંતલાલ મહેતા ન્યુઝ સ્ટારના રિપોર્ટર તરીકે ઓળખ આપી એકબીજાના મેળાપીણામાં ફરિયાદીના દાદા પાસે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને વજન કરતા ઓછુ અનાજ આપો છો તેમ કહી ફરિયાદીના દાદા પાસેથી રૂપિયા 21,000ની બળજબરીથી પૈસાની માંગણી કરી હતી. અને જો પૈસા નહી આપો તો વીડિયો બનાવી ઈલેક્ટ્રીક મીડિયમાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી.
પોલીસ પકડમાં આવેલા નકલી પત્રકારો:-
નરેન્દ્રભાઈ મદનમોહન સિંહ,રહેઠાણ, સુરત
સપનાસિંઘ ઉપેન્દ્રસિંઘ રાજપૂત, રહેઠાણ, સુરત
હિરેનભાઈ વસંતલાલ મહેતા, રહેઠાણ, સુરત
આ ઉપર મુજબના ત્રણ આરોપીઓ પોતાને પત્રકાર બતાવી લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની માહિતી મળી રહી છે. જે ઘટના મુદ્દે ફરિયાદ થતાં ડોલવણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર યુ.એ.ચૌધરીની અધ્યક્ષ સ્થાને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


