કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશની કતલ કરવાના ઈરાદે ગેરકાનૂની રીતે હેરાફેરી કરતા કુલ સાત ગૌવંશને બચાવી કુકરમુંડા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસ કોન્સ્ટેબલ નિલેશ રમાકાંત, GRD અક્ષય પરશુરામ, GRD પવન સુદામ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર પીશાવર પોલીસ ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ કરતા હત્યા ત્યારે અશોક લેલન્ડ બડા દોસ્ત ટેમ્પો નંબર MH-19-CX-0061માં લોખડી જાળી ઉપર પ્લાસ્ટીકની બેગોમાં ડાંગરનો કૂચો ભરેલી કોથળીઓ મૂકી નીચે દોરડા વડે ક્રુરતા પૂર્વક સંતાડેલી સાત ગાયોની હેરફેરી થઈ રહી હતી. જેને બચાવી લેવામાં આવી હતી. જ્યારે આરોપી રહીમુદ્દિન સરફુદ્દિન શેખને ઝડપી લેવામાં આવ્યો હતો.
વોટેન્ડ આરોપીઓ:-
મોસીન કુરેશી
નદીમ કુરેશી
શાહરૂખ ઉર્ફે બોબડાનેવોન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.પડાયેલા શખ્સો પાસેથી અંદાજે 3,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
આઈ.ડી.દેસાઈ.પોલીસ ઈન્સ્પેક્ટર
પોલીસ કોન્સ્ટેબલ નિલેશ રમાકાંત
પોલીસ કોન્સ્ટેબલ ભરતજી ગજુજી
હેડ કોન્સ્ટેબલ રવિ હરીયાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ જનક મનુભાઈ
GRD અક્ષય પરશુરામભાઈ
GRD પવન સુદામ પાટીલ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

