નેત્રંગ શહેરમાં આવેલા બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ અને વિદાઈ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ શહેરના જૂના અને જાણીતા બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ગત તારીખ 29 માર્ચના રોજ ભવ્ય વિદાય સમારોહ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મેડલ અને ટ્રોફી અર્પણ કરવામાં આવ્યા હતા. જેને કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી હતી. વાલીગણનું પણ ગુલદસ્તા આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા તરીકે “સર્વધર્મ સમભાવ” ની થીમ હેઠળ નેત્રંગના વિવિધ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના બાળકો દ્વારા બનાવવામાં આવેલા સુંદર પેઇન્ટિંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પહેલ દ્વારા સમાજમાં એકતા, સહિષ્ણુતા અને વિવિધતામાં એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન બેસ્ટ ડાન્સ ક્લાસ અને બેસ્ટ ડ્રોઇંગ ક્લાસના નવા સીઝનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો



