ભરૂચ જિલ્લાના મોટાજામુડા ગામે તારીખ 28/02/26ના રોજ મૃતક હસુમતીબેન રસિકભાઈ જેઓ ઘાસ કાપવાને અર્થે ત્રણ વાગ્યાંની આસપાસ ઘરેથી નીકળ્યા ગયા હતા. અને ખેતરેથી પાછા ઘરે ન આવતાં ઘરના પરિવારે શોધ ખોળ હાથ ધરી હતી. પરંતુ હસુમતીબેન ન મળતા તેમણે ગામના સરપંચને અને ગામમાં જાણ કારતા આખું ગામ જેમાં બાળકો, જુવાનો, વડીલો તેમજ સગાંવહાલાંઓ છેલ્લા 15 દિવસથી હસુમતીબેનની શોધખોળમાં લાગી ગયા હતા.
પરંતુ પંદર દિવસ વિતવા છતાં પણ હસુમતીબેન ન મળતા છેવટે પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાદમાં પોલીસ અને ગામના લોકોએ સાથે મળીને શોધખોળ હાથ ધરી હતી. આ બધાં વચ્ચે નેત્રંગ તાલુકાની પોલીસ દ્વારા નાના જમુડાનાની ઝવેરી ફાર્મની સિમમાં એક ગટરની અંદર ખાડો ખોદાયો હોવાની શંકા જતાં નેત્રંગ તાલુકાની પોલીસ દ્વારા ઘટના સ્થળે ચેક કરતા એક પ્લાસ્ટીકની બેગની અંદરથી હસુમતીબેનની સડેલી ગયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. બાદમાં પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થ ખસેડ્યો હતો. હવે મૃતદેહનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃતક હસુમતીબેનનું મૃત્યુ કોણે અને શા માટે કર્યું તેનું સાચું કારણ સામે આવી શકે તેવી પુરી શક્યતાઓ છે.
પોલીસ ખુલ્લો કરશે હત્યાનો રાઝ ?
મહત્વનું છે કે, રીતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે તેના પરથી સાફસાફ લાગે છે કે, મૃતક હસુમતીબેનની કરપીણ હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યાં બાદ હત્યાના પુરાવા નાશ કરવા માટે આ કાંડ કરવામાં આવ્યો હોવાની પ્રાથામિક માહિતી મળી રહી છે. પરંતુ હવે પોલીસ તપાસમાં શું સાચુ કારણ સામે આવે છે તેના પર સૌ કોઈ ગ્રામ વાસીઓની નજર મંડાયેલી છે.



