બારડોલી કોર્ટના ફોજદારી કેસ નં.૧૧૨૯/૨૦૨૫ના કામનો આરોપી સંદીપ ચૌધરીને ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧ બારડોલી કોર્ટ દ્વારા બે વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જે હુકમ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે બજવણી અર્થે આવતાં સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વી.કે.પટેલ નાઓએ આપેલી સુચના અને માર્ગદર્શન હેઠળ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ઘીરૂભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મિતેષભાઈ દિનેશભાઈ, કમલેશભાઇ જેમુભાઇ નાઓ સાથે રહી તેમના બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે,સદર બારડોલી કોર્ટના સજા થયેલો આરોપી સંદીપભાઈ સિસોર ગામે દુધ ડેરી પાસે ઉભેલો છે. જે બાતમીના આધારે આરોપીને પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મુકવાની તજવીજ હાથ ઘરવામાં આવી હતી.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
વી.કે.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ
હે.કો. પ્રકાશભાઇ ધીરૂભાઇ,સોનગઢ પોલીસ સ્ટેશન
પો.કો મિતેષભાઇ દિનેશભાઇ,સોનગઢ પોલીસ સ્ટેશન
પો.કો. કમલેશભાઇ જેમુભાઇ,સોનગઢ પોલીસ સ્ટે શન.

