IPL 2025ની સિઝનમાં ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ યુવા બેટ્સમેને મોટા બોલરોને પોતાની બેટથી જોરદાર બેટિંક કરી દોડતા કરી દીધા હતા. વૈભવની તોફાની બેટિંગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ખેલાડીએ પોતાની બેટિંગથી દેશ અને વિદેશમાં લાખો IPL દર્શકોને પોતાના ચાહક બનાવ્યા હતા. આ યાદીમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોસ બટલરનો પણ સમાવેશ થાય છે. બટલરે વૈભવની ખૂબ પ્રશંસા કરી છે. બટલરે વૈભવની સરખામણી યુવરાજ સિંહ અને બ્રાયન લારા સાથે કરી છે.
બટલરે વૈભવની ખૂબ પ્રશંસા કરી
બટલરે પોડકાસ્ટ દરમિયાન વૈભવ સૂર્યવંશીની ખૂબજ પ્રશંસા કરી હતી. બટલરે વૈભવની સરખામણી દિગ્ગજ ક્રિકેટરો યુવરાજ અને લારા સાથે કરી હતી. તેણે કહ્યું, “તેના બેટનો સ્વિંગ અદ્ભુત છે. હું જાણું છું કે હું મોટું નિવેદન આપી રહ્યો છું, પરંતુ થોડો યુવરાજ સિંહ અને બ્રાયન લારા જેવો વૈભવ સૂર્યવંશી લાગી રહ્યો છે. વૈભવે IPLમાં માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ સદી બટલરની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે આવી હતી. આ સદી વિશે વાત કરતા બટલરે કહ્યું, “આપણા બોલિંગ આક્રમણમાં મોહમ્મદ સિરાજ, એક તેજસ્વી આંતરરાષ્ટ્રીય બોલર, પ્રખ્યાત કૃષ્ણ, એક આંતરરાષ્ટ્રીય બોલર, શ્રેષ્ઠ T20 બોલર રાશિદ ખાન હતા. અને છગ્ગા ફક્ત સીમાઓ પાર જતા નહોતા, તે મોટા છગ્ગા હતા. અને 35 બોલમાં 100 રન કરવા ખૂબજ મોટી વાત છે.
વૈભવ વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી હશે – બટલર
બટલરે વૈભવની વધુ પ્રશંસા કરતા કહ્યું, “થોડી મેચ પછી, તે ચેન્નાઈ સામે રમી રહ્યો હતો. હું ટીવી પર જોઈ રહ્યો હતો. અને ચેન્નાઈ પાસે રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન જેવા મહાન બોલરો હતા, અને તે તેમને વૈભાવ સૂર્યવંશી સ્ટેન્ડની બહાર સારી બેટિંગ કરી રહ્યો હતો. વૈભવ સૂર્યવંશી જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોતા એવું લાગે છે કે, આ છોકરો ભવિષ્યમાં વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક હશે.