પંચમહાલના ગોધરામાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. અંહી રહેણાંક મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત થયા છે. આગના બનાવમાં એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત થતાં ચકચાર મચી ગયો છે. માતા-પિતા અને બે પુત્રના આગના બનાવમાં મોત થયા છે.પરિવારના બંને પુત્રમાંથી એક પુત્રની આજે સગાઈ હતી. ગોધરાની વૃંદાવન નગર-2 સોસાયટીમાં દુ:ખદ ઘટના બની હતી. સોફામાં લાગેલી આગના કારણે રૂમમાં ભરાયો હતો ધુમાડો.ગુંગળામણથી ચારેય લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનામાં જ્વેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા કમલ દોશીનો પરિવાર હોવાનું સામે આવ્યું.. જેમાં કમલ દોશી તેમના પત્ની દેવલ દોશી અને તેમના બંને પુત્ર દેવ અને રાજ દોશીએ જીવ ગુમાવ્યા છે. પુત્ર દેવ દોશીની સગાઈ માટે પરિવાર આજે વાપી જવાનો હતો.. પરંતુ, આ દુ:ખદ ઘટનામાં પરિવારે જીવ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.

