નર્મદાના ડેડીયાપાડામાં આપ અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અપશબ્દ બોલ્યા હોવાનો આરોપ પણ તેમના પર લાગ્યો છે. ચૈતર વસાવાએ ઉગ્ર બોલાચાલી કરી તાલુકા પંચાયતના પ્રમુખને માર માર્યાનો આરોપ પણ કરવામાં આવી રહ્યો છે. સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દ કહ્યાનો આક્ષેપ આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાએ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંક્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાલુકા સંકલનની બેઠક દરમિયાન આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ભારે વિવાદ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
ચૈતરના સમર્થકો અને પોલી વચ્ચે ઘર્ષણ:-
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તાલુકા સંકલનની બેઠક દરમ્યાન આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે નજીવુ ઘર્ષણ થયું હોવાની માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘર્ષણ બાદ ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઇ જતી વખતે ઘર્ષણ થયું હોવાની માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખતા ચૈતર વસાવાના સમર્થકો ભડક્યા હોવાની માહિતી મળી રહી છે. ચૈતર વસાવાના પરિવારજનોને પણ ચૈતર વસાવાને મળવા ન દેવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઈ જતા તેમના સમર્થકોએ પોલીસના વાહનને રોકવાનો ધમપછાડા કર્યો હોવાનો માહિતી મળી રહી છે. જેના કારણે પોલીસે સમર્થકોને ખદેડવા માટે હળવો બળપ્રયોગ કર્યો હોવાની માહિતી મળવા પાત્ર છે.
ધરપકડ મુદ્દે ઈસુદાન ગઢવીનું નિવેદન:-
તાલુકા સંકલન બેઠકમાં ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલી એટલે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને એ સહન ન થયું અને તેઓએ ચૈતરભાઈ પર હલ્લાબોલ કર્યો હતો. આ બાબતે ચૈતરભાઈ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા ત્યારે ફરિયાદ લેવી તો દૂર રહી પોલીસ પણ જાણે તંત્રના ઈશારે કામ કરતી હોય એમ ચૈતરભાઈ પર જ ફરિયાદ કરી દીધી. અમારી માંગ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેમના પર હુમલો કરનાર ભાજપના કાર્યકર્તાઓ પર કાર્યવાહી કરવામાં આવે.