નર્મદામાં ભાજપ-આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ 144ની કલમ લાગુ કરવામાં આવી છે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ, મોડી રાત્રે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો ભેગા થયા હતા. LCB કચેરીએ મોડી રાત સુધી મોટી સંખ્યામાં હાજર હતા ચૈતર વસાવાના સમર્થકો જે બાદ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતીય. આ ઉપરાંત હંગામો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે તેવી પણ સૂચના આપવામાં આવી હતી. LCB કચેરીએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે. ડેડિયાપાડા કોર્ટમાં ચૈતર વસાવાને હાજર કરાઈ તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
તાલુકાની સંકલન બેઠકમાં થયો હતો વિવાદ:-
મહત્વનું છે કે, તાલુકા સંકલનની બેઠક દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ચંપા વસાવાને અપશબ્દ કહ્યા હોવાની માહિતી સામે આવ્યા બાદ આ મામલા વચ્ચે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડતાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના બાદ આપ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કારણ કે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ સમર્થકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતુ.