તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી દ્વારા કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, તાપી પોલીસ અધિક્ષકે તાપી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિ કરતા બુટલગરો તથા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન મુજબ તાપી LCB અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ બીપીન તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની ક્રેટા કાર નંબર GJ-27-EB-5182ની કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને આવે છે. અને તે કાર સુરત તરફ જવાની છે તેવી બાતમી મળતા વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ પાસે સોનગઢથી સુરત તરફ જતા રોડ ઉપર વોચમાં હતા ત્યારે હકીકત બાતમી વાળી સફેદ કલરની ક્રેટા કાર સોનગઢ તરફથી આવી હતી. તેને રોકી હતી અને કારના પાછળની સીટના ભાગે ચેક કરતા સીટ ઉપર તેમજ ડીકીના ભાગે ખાખી તેમજ સફેદ કલરના પુઠ્ઠાના બોક્ષમાં તથા છુટી બાટલીઓ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થા સાથે આરોપી મનોહરલાલ નેમારામ બિશ્નોઈને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનના કરવાડાનો રહેવાસી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કુલ મળીને 12 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેકટર ડી.એસ. ગોહિલ LCB
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચણી LCB
ASI ગણપતસિંહ રૂપસિંહ
ASI ધર્મેશ મગન
હેડ કોન્સ્ટેબલ બીપીન
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામા
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવસન
પોલીસ કોન્સ્ટેબલ અરૂણ જામલસિંગ
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ખુશાલ
આ તમામ ઉપર મુજબના પોલીસ સ્ટાફના માણસોએ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.