આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલાના કેસમાં ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. શુક્રવારે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં બંને પક્ષના વકીલોની બે કલાક સુધી દલીલો ચાલી હતી. ત્યાર બાદ સોમવારે જામીન અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૈતક વસાવાને જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.
નિર્ણય સોમવારે બપોર પછી લેવાનો નિર્ણય કોર્ટે કરતા ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. આની પહેલા 9 જુલાઈએ ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી 11 તારીખે રાખવામાં આવી હતી. હાલ ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં જેલવાસો વિતાવી રહ્યા છે.