ગુજરાતમાં ફરી એકવાર બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં રવિવારે અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા આ બંને જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતાં વરસાદના એંધાણ કરવામાં આવી રહ્યા છે.
તારીખ 15થી 16 વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી:-
ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા તારીખ 15થી 16 વચ્ચે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે અને સોમવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં તારીખ 15 અને 16 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદના મધ્ય અને પૂર્વમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને રાજસ્થાનમાં જે મોન્સૂન ટ્રફ તૈયાર થયો છે. તે ગુજરાતથી કેટલો નજીક આવે છે તેના પરથી રાજ્યમાં કેટલો વરસાદ પડશે તેની ધારણા નક્કી કરવામાં આવશે.
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકાઓમાં વરસાદ:-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના 121 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઈંચથી વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હોવાની મળી હતી. વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના ઉમરાળામાં 2.95 ઈંચ વરસાદ વરસ્યો.. જિલ્લાના આઠ તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 22 તાલુકાઓમાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સતત વરસાદ પડતા કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.