આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લાંફાકાંડ કેસમાં જેલવાસો ભોગવી રહ્યો છે. આ બધાં વચ્ચે ચૈતર વસાવા માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. થોડા સમય પહેલા તાલુકાની સંકલન બેઠકમાં ચૈતર વસાવા ગરમ થઈ ગયા હતા અને સાગબારાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલી ગયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સંજય વસાવાએ પોલીસ કેસ કરતા પોલીસે આપ પાર્ટીના ધારાસભ્યને પકડીને લઈ ગઈ હતી અને તેની સામે ફરિયાદ નોંધી જેલમાં ધકેલી દીધો હતો. જે બાદ ચૈતર વસાવાએ જામીન પર છૂટવાની અનેક કોશિષ કરી પણ ચૈતર વસાવાને જામીન મળ્યા નહી. આ બધાં વચ્ચે ચૈતર વસાવા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે.
ચૈતર વસાવા માફી માગે તો હુ કેસ પરત ખેચી લઈશ :-

સંજય વસાવાએ કહ્યું છે કે, ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો આ કેસ પરત ખેચી લેવા માટે સંજય વસાવાએ તૈયારી બતાવી છે. MLA ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે લાફાકાંડ થયો હતો. જે ઘટના બાદ ડિસ્ટ્રીકટ કોર્ટે ચૈતર વસાવાને જામીન ન આપતા આ મામલો વધુ ગરમાયો છે. સંજય વસાવાએ કહ્યું કે, “જો ચૈતર વસાવા જાહેરમાં અમારા સાગબારાના પ્રમુખ ચંપાબેન વસાવાની માફી માંગે અને સમાજની બીજી બહેનોની પણ માફી માંગ તો અમે ચૈતર વસાવા સામે કરેલો કેસ પાછો ખેચી લેવા માટે તૈયાર છીએ તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સમાજના લોકોએ મારો સંપર્ક કર્યો હતો પણ આ કેસ સમાજનો નહીં મારો અને મહિલા પ્રમુખનો અંગત કેસ છે જે સરકારી ઓફીસમાં બનેલી ઘટના બાબતનો કેસ હોવાનું જણાવ્યું હતું.