આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડાના પંચાયત પ્રમુખને અપશબ્દો બોલી મારામારી કરવાના કેસમાં સેન્શનકોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી છે. ચૈતર વસાવાએ જામીન અરજીમાં એવી રજૂઆત કરી કે, તેમની ધરપકડ રાજકીય કાવતરાનો ભાગ છે. શાસક પક્ષે રાજકીય કિન્નખોરી રાખીને તેમની સામે ખોટી ફરિયાદ કરી છે. તેથી તેમને જામીન મળવા જોઈએ. જેની સુનાવણી આગામી સોમવારે હાથ ધરાશે. ચૈતર વસાવાએ જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે, તેમણે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સામે કરેલી પોલીસ ફરિયાદમાં પોલીસે કોઈ કાર્યવાહી કરતી નથી. તેમની રાજકીય કારકિર્દીને ખતમ કરવા ભાજપ તરફથી પ્રયાસ કરાય છે.
પોલીસ સંજય વસાવા સામે ફરિયાદ લેવા તૈયર નથી:-
પોલીસ સંજય વસાવા સામે ફરિયાદ લેવા તૈયાર નથી. તેમણે કોઈને મારી નાખવાનો પ્રયાસ કર્યો નથી. ખોટા અને ગેરલાયક માણસોને કમિટીમાં નિમણૂંક અપાતી હતી. તેનો વિરોધ કરવાની તેમને સજા મળી છે. સામાપક્ષે ચૈતર વસાવાને જામીન ન મળે તે માટે રાજકીય પક્ષો 18 ગુના નોધાયાનો આક્ષેપ કરે છે. જે તમામ ખોટા કેસ છે. તે કેસના ફરિયાદીઓ ભાજપના સભ્યો છે. રાજકીય કિન્નાખોરી રાખીને તેમની સામે ખોટી ફરિયાદ કરાઈ હોવાની અરજીમાં રજૂઆત કરાઈ છે. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, વસાવા ધારાસભ્ય હોવા છતાં કાયદો હાથમાં લે છે. અત્યાર સુધીમાં તેની સામે છેડતી, લૂટ, સરકારી કામમાં દાખલ જેવા કેસ નોંધાયા છે. ધારાસભામાં બેસનાર વ્યક્તિ કાયદો તોડી શકે નહી. તેણે અન્ય સભ્યોને અશિષ્ટ શબ્દો બોલીને માર માર્યો હતો. તેવો આરોપ આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર લાગ્યા છે.