આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મંગળવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને રાહત ન મળતા હવે જેલમાં જ રહેવું પડશે. મંગળવારે પણ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી હોવાથી ચૈતર વાસાવએ જેલમાં વધારે સમય રહેવું પડશે. ચૈતર વસાવાની અરજી પર ગુજરાત સરકારે વધારે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ચૈતર વાસાવાની અરજી પર હવે પાંચ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે.
ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે:-
ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચૈતર વસાવાને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. જો કે જેલમાંથી છૂટવા માટે ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે અરજી ફગાવી દેતા ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખતા ચૈતર વસાવાને હજુ વધારે સમય જેલમાં રહેવું પડશે.