9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ટૂંક સમયમાં જ આવી રહ્યો છે આ દિવસે વિશ્વના સમગ્ર આદિવાસી સમુદાયના લોકો વિશ્વ આદિવાસી દિવસને ધામધૂમથી ઉજવતા હોય છે. જેની ઉજવણી દક્ષિણ ગુજરાતમાં વસતો આદિવાસી સમાજ ધૂમધામથી ઉજવે છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે આદિવાસી સમુદાયના લોકોનું જીવન ધોરણ ઉચું આવે અને વિકાસને પંથે અન્ય સમુદાય સાથે ખબાથી ખોબો મેળવીને ચાલે તે માટે ગુજરાત સરકાર દ્વારા નવો ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે આદિવાસી સમાજને આર્થિક મદદરૂપે કેટલીક રકમ પૂરી પાડે છે જેમાં 2024ના વર્ષે અંદાજિત 10,000 લાખ જેટલી રકમ પૂરી પાડવામાં આવી હતી.
જ્યારે હવે વિશ્વ આદિવાસી દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ૮-ગોળધા માંડવી તાલુકા પંચાયતના સભ્ય નાથુ કનૈયા ચૌધરીએ પ્રયોજન વહીવટીદારને પત્ર લખી આદિવાસી દિવસની સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માંડવી તાલુકાના આદિવાસી લોકોને ફાળવવામાં આવે જેની માંગ કરી. તેમણે કહ્યું કે માંડવી તાલુકામાં મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય નિવાસ કરે છે આ આદિવાસી લોકોનું જીવન ધોરણ ઉચું લાવવા અને ગરીમા પૂર્ણ જીવન જીવવા માટે જો તેમને સરકાર તરફથી મળતી ગ્રાન્ટ ફાળવવામાં આવે તો ગામોનો વિકાસ થશે.