રાત્રિ દરમિયાન અકસ્માતોની સંખ્યા વધી છે જેના કારણે ઘણા પરિવારો દુઃખી થયા છે જેને ધ્યાનમાં રાખતા ઉમરપાડા પોલીસે વિશેષ પગલું હાથ ધર્યું છે ગઈકાલ તારીખ 6 ઓગસ્ટ ના રોજ ઉમરપાડા પોલીસ દ્વારા વાહનો પર લાલ ચળકતું સ્ટીકર લગાવી રાત્રી અકસ્માત ને અટકાવવા વિશેષ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ઉમરપાડા પીનપુર ચોકડી પાસેથી પસાર થતા વાહનોની ઉપર લાલ ચળકતું સ્ટીકર લગાવી અકસ્માતને અટકાવવા એક વિશેષ પગલું હાથ ધર્યું. આ કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડા પોલીસ મથકના પીઆઇ શ્રી સી બી ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકો એ પોતાના વાહનો ઉપર લાલ સ્ટીકરો લગાવવા જોઈએ જેના કારણે રાત્રિ દરમિયાન અકસ્માત થવાની સંભાવના ઓછી રહે.