ઉમરપાડા તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજના લોકોને વસે છે ત્યારે તેમનો મોટો વ્યવસાય ખેતી હોય છે આ લોકોનું જીવન ખેતી પર આધારિત હોવાને કારણે મોટા પ્રમાણમાં ખેતી થતી હોય છે ત્યારે ચોમાસાની ઋતુ એટલે એમના માટે તહેવાર સ્વરૂપ આ સમય તેઓ મકાઈ ડાંગર જેવા પાકોની ખેતી કરતા હોય છે અને આ પાકને વધુ ઉપચાર માટે માટે ખાતર ની જરૂરત હોય છે પરંતુ હાલો ઉમરપાડા તાલુકામાં તેમજ સમગ્ર સુરત જિલ્લામાં ખાતરની વધતી માંગને કારણે ખાતર મળી શકતું નથી જેના કારણે લોકો ત્રણ ત્રણ દિવસ સુધી લાઈનોમાં ઊભા રહે છે.
પરંતુ ખાતર મળતું નથી અને નિરાશા સાથે સાંજે ફરી ઘરે ફરતા હોય છે આમ જ એક ખેડૂત ખાતર માટે ત્રણથી ચાર દિવસ માળખરા મારતો ફરે છે ત્યારે ઉમરપાડા તાલુકામાં ખાતરની અસતને કારણે ખેડૂતો તાલુકા મથકે રાતવાસો કરે છે ખેડૂતોને ચાર પાંચ દિવસ રાતવાસો કર્યા છતાં તેમને ખાતર મળતું નથી અને તેની આશા સાથે ઘરે ફરતા હોય છે ખેડૂતોનું કહેવું છે વહેલી તકે તંત્ર ખાતર ઉપલબ્ધ ના કરાવે તો ખેતરમાંથી ઓછા પ્રમાણમાં ઉપજાવ મળશે.