રાજ્યમાં ફરી એકવાર ACBની રેડ સફળ નીવડી છે. કારણ કે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયા છે. સરથાણા પોલીસ સ્ટેશનના PSI અંદાજે 40 હજારની લાંત લેતા ACBના સકંજામાં આવી ગયા હતા.
માર નહી મારવા માટે માગી હતી લાંચ:-
મહત્વનું PSI એમ.જી લીંબોલાએ આરોપીઓને માર નહીં મારવા અને આરોપીઓને વહેલા જામીનમુક્ત કરવા માટે લાંચ માગી હતી. PSI દ્વારા રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવતા અન્ય પોલીસકર્મીઓમાં પણ હડકંપ મચી ગયો છે. હાલ તો ACBની ટીમે લાંચિયા PSIને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને લાંચ માગનાર અન્ય કોઈ પોલીસકર્મી તેમની સાથે જોડાયેલો છે કે,કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.