સોનગઢ સરકારી હોસ્પિટલના પાછળના ગેટ પાસે ખાડા રાજથી અનેક દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લાં કેટલાક સમયથી અંહી ખાડાઓ પડી જતા હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તેમજ 108 ઈમરજન્સી જેવા વાહનો પણ આ ખાડાઓમાંથી પસાર થઈ રહ્યા છે. હોસ્પિટલના પાછળના ભાગે પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. ત્યાં ઊંડા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે દર્દીઓ તેમજ ઈમરજન્સી વાહનો ચલાવતા ડ્રાઈવરને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સ્ટાફ પાર્કિંગ અને એમ્બ્યુલન્સ પાર્કિંગ ખાડાઓ:-
હોસ્પિટલ સ્ટાફ પાર્કિંગ અને એમ્બ્યુલન્સ પાર્કિંગ વચ્ચે જે રસ્તો બનાવામાં આવ્યો છે. ત્યાં મોસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સબંધીઓનું કહેવું છે કે, રસ્તા પર પડેલા ખાડા તંત્ર સમારકામ કરી દે તો સારુ રહેશે. કારણે કે દર્દી બિમાર થઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતો હોય છે. પરંતુ હોસ્પિટલમાં જતા પહેલા ખાડાઓમાંથી પસર થઈએ તો વધારે તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું.