આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારીખ 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. આ ઉજવણી અન્વયે તારીખ 11 ઓગસ્ટના રોજ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા ઉમરપાડા ખાતે આદિવાસીઓની ગરીમાના બચાવ તેમજ કુદરત ના સંરક્ષણ અંગે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં આદિવાસીઓની સમસ્યાઓની ચિંતાને લઈને તેમજ પર્યાવરણના વિનાશની ચિંતાને મધ્ય નજરે રાખવામાં આવી હતી.
આવેદનપત્ર આપી મુખ્ય માંગણીઓ:-
- ઉમરપાડામાં તલાટીઓની ભરતી કરો તેમજ પંચાયતો પર તલાટીઓની જગ્યા પૂરો
- વૃદ્ધ સહાય યોજના માપદંડમાં બીપીએલ નાબૂત કર્યા અને તમામ આદિવાસી વૃદ્ધોને સહાય આપો
- મનરેગા યોજનામાં સામૂહિક કાર્યમાં ધ્યાન આપવામાં આવે છે પરંતુ વ્યક્તિદીઠ ધ્યાન નથી આપવામાં આવતું તેથી વ્યક્તિ દીઠ મનરેગા યોજનાનો લાભ આપો
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને 1250 રૂપિયા પેન્શન મળે છે જેને મોંઘવારીને મધ્ય નજર રાખતા 5000 કરવામાં આવે
- વૃદ્ધ સહાય યોજનામાં મહિને 1000 રૂપિયા સહાય આપવામાં આવે છે જેને વધારી 3000 કરવામાં આવે
- લોન વાર્ષિક વ્યાજ દર આઠ ટકાનો રહેશે સુરત ડીસ્ટ્રીક બેંકમાંથી વ્યાજની રકમ રીઈમ્બર્સ બાદ કપાત કરેલ વ્યાજની રકમ સુમુલ ડેરી 4% તથા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન બેન્ક ચાર ટકા મુજબ વ્યાજ સહાયની રકમ લાભાર્થી ના લોન ખાતામાં જે તે વર્ષના અંતે જમા કરવામાં આવે.
જંગલ જમીન બાબત
- બાકી દાવા અને પેન્ડિંગ દાવા જે તે ડિસેમ્બર 2005 પહેલા અને 2017 સુધીનો કબજો છે તેવા દવા તત્કાલીક મંજૂર કરાય
- જે ગામને સામુદાયિક વન અધિકાર પત્રક મળ્યું છે તેમને ગ્રામસભા દ્વારા કાયદેસર જાહેરાત કરી જંગલ જમીન માટે ગ્રામસભા સાથે કાર્યક્રમ કરાય
પેશા કાનૂન ના 2017 ના નિયમોમાં સુધારો લાવવા માંગણીઓ નીચે મુજબ
- ગુજરાત પંચાયતની જોગવાઈઓને બદલે પેસા કાયદો અને પેસા ના નિયમો તેમ લખવુ
- પંચાયતની જોગવાઈઓને બદલે ગુજરાતમાં પેસા અનુસૂચિ વિસ્તારોને લાગુ પાડવા બાબત નિયમો કહેવાશે તેમ લખવુ
- વ્યાખ્યા 1(ક) અધિનિયમ એટલે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 લખવામાં આવેલ છે તેના બદલે અધિનિયમ એટલે ગુજરાતમાં અધિનિયમ 1996 લખવુ
- સેક્શન 23 માં જમીન સંપાદન કરતા પહેલા ગ્રામસભા સાથે વિચાર વિમર્શ કરવા તેમ લખેલ છે તેમાં ગ્રામસભાની મંજૂરી લેવી તેઓ સુધારો કરવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવી.