રાણો રાણાની રીતે કહેનારો કલાકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ થયા બાદ હવે પોલીસ પકડથી બચવા માટે સંતાઈ ગયો છે. દેવાયત ખવડે ગીર સોમનાથમાં અમદાવાદના યુવક પર હુમલો કરવાનો આરોપ લાગ્યા બાદ દેવાયત ખવડ પોલીસ પકડથી બચવા માટે આમ-તેમ ફરાર થઈ રહ્યો છે. જેથી પોલીસે આરોપી દેવાયતને ઝડપી પાડવા માટે અલગ-અલગ સાત ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ:-
ફરાર દેવાયત ખવડને શોધવા માટે પોલીસે સાત ટીમો બનાવી છે. આ ઉપરાંત CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતી કલાકાર દેવાયત ખવડે અમદાવાદના યુવક પર હુમલો કર્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. દેવાયત ખવડે અન્ય શખ્સો સાથે મળી બુકાની બાંધી હુમલો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, દેવાયત ખવડે બે કાર અથડાવ્યા બાદ લોખંડની પાઈપ વડે માર માર્યાનો દાવો ફરિયાદી યુવક દ્વારા કરવામાં આવી રહ્યો છે.માથાભારે દેવાયત ખવડ સહિત 15 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં એ જોવું રહ્યું કે આરોપી દેવાયત ખવડ ક્યારે પોલીસ પકડમાં આવે છે.