અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ન્યુ ઘનશ્યામ સોસાયટીમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ ઘનશ્યામ સોસાયટીમાં રહેતા પાર્થ વાઘેલા (એડવોકેટ) પોતાના ઘરે છેલ્લાં દસેક વર્ષથી દર વર્ષે કૃષ્ણ જન્મોઉત્સવની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે પણ તેમણે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી હતી. ઉજવણી દરમ્યાન નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર પરિવારના લોકો કૃષ્ણ ઉત્સવમાં સહભાગી બન્યા હતા.
ખાસ કરીને પરિવારના નાના-નાના બાળકો પણ બાળ કાનુડાઓ તેમજ ઈન્ડિયન આર્મીના ડ્રેસમાં તૈયાર થયા હોવાથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. કેટલાક બાળકોએ જન્માષ્ટમીના ગીતો પર ડાન્સ કર્યો હતો. જે ડાન્સ કાર્યક્રમમાં હાજર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાદમાં પરિવારના સૌ સભ્યોએ ઊંચો પિરામિડ બનાવ્યો હતો. તે પિરામિડ પર એક ટેણિયાએ ચઢી મટકી ફોડી હતી. જે મટકી ફોડ કાર્યક્રમને પણ ત્યાં હાજર લોકોએ વધાવી લીધો હતો.