તાપી જિલ્લાના ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસથી દીપડીની અવરજવર નજરે પડતાં નાયબ વન સંરક્ષક સચીન ગુપ્તા, વ્યારા વન વિભાગ તથા ફોર્ટ સોનગઢ રેન્જનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગ.કે.અજરાનાંઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ દીપડીને પકડવા માટે કે.એન વણઝારા બીટ ગાર્ડ ગુણસદા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
આ દરમ્યાન 20 ઓગસ્ટના રોજ અંદાજે 3 વર્ષની દીપડી સિકારની શોધમાં નીકળતાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની અંદર ખુલી જગ્યામાં પાંજરામાં દીપડી પૂરાઈ હતી. જે બાદ બીટ ગાર્ડ કે. એન. વણઝારા દ્વારા સલામત રીતે સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જનાં જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.