ઉંમરપાડાના ઝૂમાંવાડી ગામમાં પેસા કાનૂન હેઠળની ગ્રામ સભા યોજાઈ હતી. કાનુન 1996 અને ગુજરાત પંચાયતના પેસા નિયમ 2017 મુજબ ગામ લોકોના માંગણીના આધારે સેક્રેટરીને અપાયેલી લેખિત અરજીના આધારે અધ્યક્ષ અને સેક્રેટરી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એજન્ડા મુજબના ગ્રામ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઠરાવો કરાવવામાં આવ્યા હતા જે સર્વ સંમતિથી ઠરાવો પસાર કર્યા લોકોએ શાંતિપૂર્ણ ગ્રામસભામાં ભાગ લીધો અને સેક્રેટરી/ત.ક.મંત્રી સતીષભાઈ ગામીતે તેમજ સરપંચ ઈશ્વર સી.વસાવાએ અધ્યક્ષ તરીકે હાજરી આપી હતી.
નીચે મુજબના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી
- ગ્રામ સભાના અધ્યક્ષની વરણી કરવા બાબત
- પેસા કાયદા મુજબ શાંતિ સમિતિની રચના કરવા બાબત
- વન અધિકાર સમિતિની સમીક્ષા કરી પુનઃ રચના કરવા બાબત
- વ્યક્તિગત દાવા અંગે ચર્ચા વિચારણા કરી કબજા પ્રમાણે જમીનનું કુલ ક્ષેત્રફળ મળે તથા પેન્ટિંગ દાવાઓની પ્રક્રિયા આગળ વધારવા અંગેની ચર્ચા કરવામાં આવી.
- સામુદાયિક વન અધિકાર પત્ર મેળવવા અંગેના ઠરાવ બાબતે
- પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો જેમાં નીચે મુજબના ત્રણ મુદ્દાઓ આવ્યા .
- જમીન માપણી કરતા પહેલા ગ્રામ સભા સાથે પરામર્શ કરવા
- જમીન સંપાદન કરતા પહેલા ગ્રામ સભા સાથે વિચાર વિમર્શ કરવા અંગેના ઠરાવ
- વન વસાહત ઝુમાવાડી ગામને મહેસુલી ગામમાં તબદીલ કરવા બાબતનો ઠરાવ