29 ઓગષ્ટ એટલે રાષ્ટ્રીય ખેલ દિવસ આ દિવસને સુપ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં ઉજવામાં આવે છે. ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ, ફિડ ઈન્ડિયાનો સંકલ્પ અને સમગ્ર ભારતમાં વિવિધ રમતો અને ફિટનેસ પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. વર્ષ 2025ની થીમ શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજને બનાવવા માટે રમતગમતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સાગબારામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય પ્રદીપ કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય રમત દિવસ વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ રમતવીર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી. સાથે જ તમામ વિદ્યાર્થીઓ દ્વારા ફીટ ઈન્ડિયાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ખેલ દિવસ દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળામાં યોજવામાં આવેલી રમતોની વાત કરીએ તો, સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સા ખેંચ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ચેસ, બરછી ફેંક, વોલીબોલ, કબડ્ડી, જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ રમતોમાં વિદ્યાર્થીઓએ પોતાની મનપસંદ રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા. તેમજ તમામ વિદ્યાર્થીઓને રમતમાં ભાગ લેવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.