તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બેડકુવા ગામના ઉમરી ફળિયાના રહેવાસી રાહુલ પ્રવીણ ગામીતના ઘર નજીક દીપડી નજરે પડતા વાલોડ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ વન વિભાગની ટીમે ઉમેરી ફળિયામાં પાંજરું મૂક્યું હતું. જેમાં શિકારની શોધમાં નીકળેલી 4 વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી.
બેડકુવા ગામના સરપંચ વિકેશ ગામીતે વાલોડ વનવિભાગ સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદને જાણ કરતા. RCSSG મેમ્બર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે વાલોડ વન વિભાગના કર્મચારી સંદીપ ચૌધરી તેમજ વન વિભાગની ટીમે પાંજરાનો કબ્જો લઈ આગળની કામગીરી શરૂ કરી હતી.