ઉકાઈ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ઉકાઈ ડેમના જળ સ્તરમાં વધારો થયો હતો. ડેમમાં જળસ્તરની સપાટી વધતાં ડેમની 12 બારીઓ 7 ફૂટ ખોલવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ઉકાઈ ડેમમાં પાણીનો વધારો થતો હોય છે. શુક્રવારે ઉકાઈ ડેમની જળ સપાટી 337.90 નોંધવામાં આવી હતી.
ઉકાઈ ડેમમાં 1 લાખ 63 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેની ડેમમાંથી 1 લાખ 63 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાં પાણીનો જળસ્તર સતત વધતા તાપી નદીના કિનારા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું.