ફરી એકવાર તાપી ક્રાઈમ બ્રાન્ચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડની સરાહાનીય કામગીરી સામે આવી છે. આ વખતે ક્રાઈમ બ્રાન્ચે જામનગર જીલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ અગાઉ નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો છે. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળને સંયુક્ત બાતમી મળતા આરોપીને ઉચ્છલના ત્રણ રસ્તા પાસે આવેલા 66 કે.વી જી.ઈ.બી ખાતેથી ઝડપી લીધો હતો. પકડાયેલો આરોપી વિક્રમસિંહ ઉર્ફે મોતી રણજીતસિંહ રાઠોડ સામે જામનગર જીલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 363,366 મુજબ ગુનો નોંધાયેલો હતો. પકડાયેલા શખ્સ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કમલ 35(1) મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી.સોઢા એલ.સી.બી
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળ
આ ઉપરાંત પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.