તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે સ્કોર્પીયો કારમાં દારૂની હેરાફેરી કરનારા શખ્સને ઝડપી લીધો છે. પકડાયેલા શખ્સ પાસેથી 10 લાખથી વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એ.એસ.આઈ બિપીન રમેશ થતાં હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને ખાનગી રીતે બાતમી મળી હતી કે “એક કાળા કલરની મહિન્દ્રા સ્કોર્પીયો ગાડી નંબર GJ-15-CP-5124માં એક ઈસમ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી કપુરા થઈ વાલોડ તરફ જનાર છે” તેવી બાતમી મળતા સ્ટાફના માણસો કપુરા પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી વાળી કાળા કલરની મહિન્દ્ર સ્કોર્પીયો ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક ફરાર થયો હતો:-
જો કે, આ દરમ્યાન ગાડીનો ચાલક ગાડી પુરઝડપે હંકારી નાસી ગયો હતો. જે બાદ વાલોડ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોને ટેલીફોનીક સંપર્ક કરી બાતમી હકિકતની જાણ કરી ઉપરોક્ત સ્કોર્પીયો ગાડીનું વર્ણન જણાવી તેને રોકવા અંગેની સમજ આપતા ખાનગી વાહનો વડે બાતમી હકિકત વાળી ઉપરોક્ત સ્કોર્પીયો કારનો પીછો કરતા વાલોડ ગામની સીમમાં આવેલા અનમોલ પાર્ક સોસાયટીના ઈલેક્ટ્રીક લાઈનના પોલ પાસેથી પકડી પાડી ગાડીમાં ચેક કરતા ડીકીના ભાગેથી ભુરા,સફેદ કલરના પ્લાસ્ટીકના મીણીયાના કોથળામાંથી તેમજ પુંઠાના બોક્ષમાં અલગ-અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂની પ્લાસ્ટિક થતાં કાચની મોટી-નાની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપી વિજય ખોડાભાઈ દસલાણીયા:-
બનાવનો આરોપી વિજય ખોડાભાઈ દસલાણીયાએ વગર પાસ-પરમિટે પોતાના કબ્જાની કાળા કલરની મહિન્દ્રા સ્કોર્પીયો કારની કિંમત 6,00,000માં અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલબંધ ઈંગ્લીશ દારૂની-નાની-મોટી બોટલો કુલ 315 જેની કિંમત 4,65,552નો, મોબાઈલ એક નંગ જેની કિંમત 5,000 થયા છે. આમ કુલ મળીને 10,70,552ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
આરોપીના ગુનાહિત ઈતિહાસ પર એક નજર:-
રાજકોટ શહેર બી-ડીવીઝન, નવસારી ચીખલી પોલીસ સ્ટેશન, નવસારી ચીખલી પોલીસ સ્ટેશન, સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર ડી.સી.બી પોલીસ સ્ટેશન, વલસાડ વાપી ટાઉન પોલીસ સ્ટેશન, સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય પારડી પોલીસ સ્ટેશન આમ પકડાયેલો આરોપી પહેલીથી જ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી. સોઢા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપ
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ખુશાલભાઈ
તાપી પેરોલ ફર્લો સ્કોડ:-
એ.એસ.આઈ. બિપીન રામેશ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
એ.એસ.આઈ રાજેન્દ્ર ગુલશનભાઈ
હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ઉમેશભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રામ ભુપેન્દ્રભાઈ
પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ કોદારસિંહ
આ તમામ તાપી પોલીસના માણસોએ આ કામગીરી કરી હતી. મહત્વનું છે કે, તાપી જિલ્લામાં અનેક જગ્યાએ વિદેશી દારૂનું વેચાણ અને કેટલીક જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ પણ મોટાપાયે ધમ-ધમી રહી છે તેને પણ બંધ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.