કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વોટ ચોરી મુદ્દે વધુ એક ખુલાસો કરતા ચકચાર મચી ગયો છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સચોટ પુરાવા સાથે વોટચોરીનો દાવો કર્યો હતો. પોતાની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ થયા બાદ રાહુલે દાવો કર્યો હતો કે, અમારો પક્ષ ‘વોટ ચોરી’ મુદ્દે ટૂંક સમયમાં જ ‘હાઈડ્રોજન બોમ્બ’નો ખુલાસો કરશે. મારૂ કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની રક્ષા કરવાનું નથી. ભારતના ઈન્સ્ટીટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું. મારૂ કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી શકશે.
મહારાષ્ટ્રમાં 6850 ફેક ઓનલાઈન વોટ ઉમેરાયા હતા!
મહારાષ્ટ્રની રજોરા વિધાનસભા બેઠકમાં ઓનલાઈન વોટ ઉમેરવામાં આવ્યા. કર્ણાટક સીઆઈડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનામાં વોટ ચોરી મામલે માહિતી મગાવી. જેમાં જેની જરૂર હતી તે સિવાય અન્ય તમામ વિગતો સીઆઈડીને આપી. સીઆઈડીએ આ મામલે ચૂંટણી પંચને 18 રિમાન્ડર પત્રો લખ્યાં. ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને છાવરી રહ્યા છે. અમારી માગ છે કે, જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઈડીને એક સપ્તાહની અંદર તમામ પુરાવા આપો.
Example 02: Suryakant
This gentleman apparently deleted 12 voters in 14 minutes. He filled 12 deletion forms in 14 minutes.
Babita Chaudhary is one of the votes that Suryakant is supposed to have deleted.
: LoP Shri @RahulGandhi, in the presence of Mr. Suryakant and Ms.… pic.twitter.com/6RcIh2muY1
— Congress (@INCIndia) September 18, 2025
રાહુલ ગાંધીના મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર આરોપ
રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે આરોપ કરતા કહ્યું કે, લોકોને વોટ ચોરોને બચાવી રહ્યા છે. મારા આ દાવાના પુરાવા છે જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નાખવામાં આવી રહ્યા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે.
चुनाव आयोग में हमारे आदमी हैं।
अब चुनाव आयोग के अंदर से हमें 'वोट चोरी' की जानकारी मिलने लगी है। pic.twitter.com/xDrSVwxfoy
— Congress (@INCIndia) September 18, 2025
આલંદનું વોટ ડિલીટનું ઉદાહરણ આપ્યું રાહુલ ગાંધીએ
કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 6018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક બીએલઓએ જોયું કે તેમના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે આ એક પાડોશીના નંબર પરથી થયું છે. જ્યારે તેમણે પાડોશી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર પણ નથી કે કેવી રીતે કાઢી નાખવામાં આવ્યું.
Example number ONE:
A lady called Godabai. Someone created fake logins, deleted 12 voters, and attempted to delete—because this attempt was stopped. Godabai, of course, has no idea.These were the cell phone numbers that were used to delete these people from voter list. These… pic.twitter.com/UzYkIv2opS
— Congress (@INCIndia) September 18, 2025
વધુ એક વોટ ડિલીટનું ઉદાહરણ
રાહુલ ગાંધીએ વધુંમાં કહ્યું કે અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે તેમના નંબર પરથી કુલ 12 વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા અને તેમને તેની જાણ પણ નહોતી. તેમણે સૂર્યકાંત નામના બીજા વ્યક્તિના નામે 12 લોકોના નામ ડિલીટ થવાનું ઉદાહરણ પણ આપ્યું. બીજું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર 36 સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? વધુમાં, આ સમય પણ સવારે 4:07 વાગ્યાનો હતો.