તાપીના સીંગપુર ગામની પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 26 સપ્ટેમ્બર 2025ના રોજ કેન્દ્ર કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીંગપુર કેન્દ્રમાં સમાવિષ્ટ 15 શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો.
સી.આર.સી સાહેબ યાકુબ ગામીત સરપંચ સંગીતાબેન ગામીત દૂધ ડેરીના પ્રમુખ રમેશભાઈ ગામીત ખેતીવાડીના પ્રમુખ અરવિંદાબેન માજી ડેરી પ્રમુખ બાબલાભાઈ ડેપ્યુટી સરપંચ સંજયભાઈ ગામીત માજી તાલુકા પંચાયત સભ્ય જયંતીભાઈ ગામીત આ ઉપરાત ગામના વડીલો એસ.એમ.સી.ના સભ્યો તથા શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આ વિજ્ઞાન મેળામાં વિભાગ 1 માં પ્રાથમિક શાળા સીંગપુર વિભાગ 2 માં પ્રાથમિક શાળા મોટીખેરવાણ વિભાગ-3 માં પ્રાથમિક શાળા વાડીભેંસરોટ વિભાગ-4 માં પ્રાથમિક શાળા બંધારી વિભાગ 5 માં પ્રાથમિક શાળા પીપળકુવા શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.