ઓપરેશન કારાવાસ અંતર્ગત નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો નવસારી સબ જેલમાંથી ફરાર થયેલો કાચા કામના આરોપીને વ્યારા સુગર ફેક્ટરી પાસેથી પેરોલ ફર્લો સ્કોડ તાપી થતા લોકલ ક્રાઈમ બ્રાંચ તાપીએ ઝડપી લીધો છે. આરોપીએ પોતાના જામીન ભરાવા માટે તારીખ 05/11/2025થી 26/11/2025 દિન-20ના વચગાળાના જામીન ઉપર ગયો હતો. ત્યાર બાદ આરોપીએ 26/11/2025ના રોજ નવસારી સબ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ આરોપી હાજર થયો ન હતો. જેની તપાસ તજવીજ ચાલુ હતી દરમ્યાન પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિંગબર અને પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજીભાઈ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. અને વધારે તપાસ માટે નવસારી સબ જેલને સોંપી દેવામાં આવ્યો છે.

