સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની ઉજવણી સમગ્ર ભારત દેશમાં વસતા આદિવાસીઓ ધામધૂમતી કરતા હોય છે. અને ગુજરાત રાજ્યમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસે છે. જ્યારે ટૂંક સમયમાં વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોએ બેઠક યોજી હતી.
તીરકામઠા સાથે થશે ઉજવણી:-
આ બેઠકમાં ગ્રામજનો દ્વારા નિર્ણય લેવાયો કે આદિવાસી દિનને સંપૂર્ણ રીતે આદિવાસી સંસ્કૃતિના પહેરવેશ તેમજ વાજિંત્ર સાથે ઉજવવામાં આવશે. દરેક વ્યક્તિ આદિવાસી પહેરવેશમાં આવશે સાથે જ ઢોલ નગારા તુર જેવા વાજિંત્ર સાથે આદિવાસી સમાજનું લડાયક સાધન તીરકામઠા સાથે કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે.
ઉજવણીમાં ડીજે બેન્ડનો બહિષ્કાર થશે:-
આ કાર્યક્રમમાં ગામજનો દ્વારા મુખ્ય નિર્ણય લેવામાં આવ્યો કે આદિવાસી દિવસની આ ભવ્ય ઉજવણીમાં ડીજે કે બેન્ડ ને નહીં પરંતુ ઢોલ નગારા તુર જેવા આદિવાસી વાજિંત્રોને મહત્વ આપી. ડીજે અને બેન્ડ નો બહિષ્કાર કરવામાં આવશે. હાલ ઉમરપાડા તાલુકાના સમગ્ર ગામડાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ ધૂમધામ થી ચાલી રહી છે.