નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત ૧૧૨ જનરક્ષકને ફોન આવતા નેવાળા ગામે તાલુકો નિઝર જી. તાપીમાં કોઇ અજાણી મહિલા પોતાના પરીવારથી વિખુટી પડી ગયેલી છે જેવી ટેલિફોનિક વર્ધી મળતા ૧૧૨ જનરક્ષકના ઇન્ચાર્જ ASI ભગુભાઈ સુખાભાઇ પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઇ વિરસિંગભાઇ નાઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી અજાણી મહિલાને નિઝર પોલીસ સ્ટેશન લાવી લોકલ આદિવાસી ભાષામાં પુછપરછ કરતા કોઇ જવાબ આપેલ નહી. જેથી આ મહિલાના ફોટા નિઝર તાલુકાના સરપંચોના ગૃપમાં તથા બીજા વ્હોટસએપના માધ્યમથી ફોટા મુકતા સદર અજાણી મહિલાની ઓળખ સુગંતીબેન રાનીયાભાઇ ભીલ થઈ હતી. અને જાણવા મળેલ કે, આ મહિલા મહારાષ્ટ્ર રાજ્યના શિંદા ગામેથી દેવાળા તાલુકો નિઝર ખાતે પોતાના પિયરમાં જવા નિકળેલ હતી પરંતું મોડુ થઈ ગયું હોવાથી અને રસ્તો ભૂલી ગઈ હોય અને નેવાળા ગામે પહોંચી ગઈ હતી. જેથી પોલીસ સ્ટેશનના હે.કોસ્ટેબલ જગદિશભાઇ રામસિંગભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ ૫તિનભાઇ શ્રાવણભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર સેંધાજી નાઓ તાત્કાલિક દેવાળા ગામે કોન્ટેક્ટ કરી પરીવારથી વિખુટી પડેલી આધેડ મહિલાને પોતાના પરીવાર સાથે મિલન કરાવી પોલીસ પ્રજાનો સાચો સેવક કહેવતને સાર્થક કર્યો હતો.
કામગીરી કરનાર ટીમ :-
૧૧૨ જનરક્ષક ઇન્ચાર્જ ASI ભગુભાઇ સુખાભાઇ
પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઇ વિરસિંગભાઇ
હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ રામસિંગભાઇ
પોલીસ કોન્સ્ટેબલ યતીનભાઇ શ્રાવણભાઇ
પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર સેંધાજી
પોલીસ કોન્સ્ટેબલ સ્મિતલબેન રમેશભાઇ
આ તમામ પોલીસ સ્ટાફના માણસોએ આ ખૂબજ સારી કામગીરી કરી હતી.