સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રાણીઆંબા ગામે ટાંકી ફળિયામાં પાણીની ટાંકીની પાસે મુંબઈથી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમતા બે આરોપીઓને કુલ રૂપિયા 72,550ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ઘટનાની વિગત વાર વાત કરીએ તો, તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના માણસો સોનગઢ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઈ જયેશ લીલકીયા, એ.એસ.આઈ જગદીશ જોરારામને ખાનગી રીતે બાતમી મળી હતી કે, રાણીઆંબાના ટાંકી ફળિયામાં પાણીની ટાંકીની પાસે મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા પર જુગાર રમાડે છે. તેવી બાતમીના આધારે એ.એસ.આઈ જયેશ લીલકીયા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી અજય સુમનભાઈ ગામીત રહેઠાણ, રાણીઆંબા, ગૌરાંગભાઈ રાયસીંગભાઈ વસાવા રહેઠાણ રાણીઆંબા બજાર ફળિયું આ શખ્સો મુંબઈથી નિકળતા વરલી મટકાના જુગારનો આંકડો રમાડી રહ્યા હતા. આ શખ્સો પાસેથી અંદાજે 72,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરૂધમાં જુગારની કલમ 12(અ) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ LCB
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણી
એ.એસ.આઈ જયેશભાઈ લીલકીયાભાઈ
એ.એસ.આઈ જગદીશભાઈ જોરારામ
પોલીસ કોન્સ્ટેબલ રિવેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ
પેરોલ ફર્લો સ્કોર્ડના અધિકારીઓ:-
પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગંબરભાઈ
પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ સેવજીભાઈ


