ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR),નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેંન્દ્ર ખાતે ૨૧ જુલાઇ, ૨૦૨૫ થી ૨૩ જુલાઇ, ૨૦૨૫ દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ “Mastering Presentation Skills: A Path for Professional Excellence” વિષય ઉપર વિસ્તરણ શિક્ષણ સંસ્થા, આણંદ (EEI, Anand) અને કેવિકે વ્યારા (તાપી) ના સંયુક્ત ઉપક્ર્મે ત્રિ-દિવસિય ઇન-સર્વિસ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સદર તાલીમમાં જીલ્લા ખેતીવાડી વિભાગ-તાપી, આત્મા-તાપી, ગુજરાત નેચરલ ફાર્મિંગ બોર્ડ અને કેવિકેના કુલ 33 અધિકારી/કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રો.આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકારી તાલીમ કાર્યક્રમનુ મહત્વ સમજવવામા આવ્યુ હતુ. વિસ્તરણ શિક્ષણ સંસ્થા, આણંદ (EEI, Anand)ના કોર્ષ ડાયરેકટર ડો. નીતા કલ્સરીયા દ્વારા કમ્યુનિકેશન સ્કીલ્સ, લિસનીંગ સ્કીલ્સ, બિલ્ડ સેલ્ફ કોન્ફીડન્સ, ટાઇમ મેનેજમેન્ટ સ્કીલ્સ જેવા વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ હતુ. ડો.અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા પાવર પોઇંટના માધ્યમથી પબ્લિક સ્પીકીંગ સ્કીલ્સ અને ડેવલોપીંગ પોઝિટિવ એટીટયુડ વિષય ઉપર તાંત્રિક માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ. ડો. નીધી ઠાકુર, ફેકલ્ટી, વિસ્તરણ શિક્ષણ સંસ્થા, આણંદ (EEI, Anand) દ્વારા નોન-વર્બલ કમ્યુનિકેશન સ્કીલ્સ, રીટ્રોસ્પ્કશન, અસરકારક પાવર પોઇંટ પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવવુ, પાવર પોઇંટ ગ્રાફિક ડિઝાઇનિંગ સ્કીલ અને ટાઇમ મેનેજમેન્ટ સ્કીલ્સ જેવા વિષયો ઉપર તાંત્રિક માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
તાલીમ દરમિયાન એકસપર્ટસ દ્વારા કમ્યુનિકેશન સ્કીલ્સ, પબ્લીક સ્પીકીંગ અને ટીમ બિલ્ડીંગ જેવા વિષયો જુદી જુદી રમતો રમાડી પ્રેકટીકલ રીતે શિખવાડવામા આવ્યા હતા. સદર તાલીમ દરમિયાન તાલીમાર્થીઓનુ પ્રી-ઇવેલ્યુસન અને પોસ્ટ ઇવેલ્યુસન દ્વારા તાલીમની અસરકારકતા પણ ચકાસવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓએ તેમના પ્રતિભાવો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમનું સફળ સંચાલન કેવીકેના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.