સરકારી વિનિયન કોલેજ ઉમરપાડા ખાતે ઉચ્ચ કક્ષાની શિક્ષણનીતિ તેમજ વહીવટી પદ્ધતિ લાગુ કરવા એ પ્લસ પ્રોફેસરોની ટીમ કર્ણાટક રાજ્યની ૧. હોન્વાર એસ.ડી.એમ કોલેજ તેમજ ૨. કર્ણાટક આર્ટસ,વિજ્ઞાન અને કોમર્સ કોલેજ બીદર ખાતે વિવિધ યુનિવર્સિટીઓની શૈક્ષણિક નીતિ, સંશોધન અભિગમ, પરીક્ષા પદ્ધતિ અને વહીવટી વ્યવસ્થાઓ અંગે મોખરાના મોડલનો અભ્યાસ કરશે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કોલેજ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા ‘લર્નિંગ એન્ડ એક્સપોઝર કમ સ્ટડી ટુર ફોર ફેકલ્ટીઝ’ નામે રાજ્ય સરકારે નવી પહેલ શરૂ કરી છે. આ યોજનામાં કોલેજના પ્રીન્સીપાલશ્રી પ્રો.એસ.જી બાગુલ તેમજ આઈક્યુએસી કો-ઓર્ડીનેટર પ્રો.કે.આર તિવારી સાથે બે સભ્યો પ્રો.આર.એન ગામીત અને પ્રો. સુબોધ ઠાકુર મળી કુલ ચારની ટીમ કર્નાટક રાજ્યની ટોચની A++ ગ્રેડ કોલેજ ની મુલાકાતે તારીખ ૧ સપ્ટેમ્બર થી ૭ સપ્ટેમ્બર સુધી જશે.
શિક્ષણની નવીન પદ્ધતિઓ, સંશોધન અને એકેડેમિક કલ્ચર, પરિક્ષા અને મૂલ્યાંકન વ્યવસ્થા, ગુણવત્તા ખાતરી માટેની અંદરની વ્યવસ્થાઓ , ફેકલ્ટી સહિતના ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવી બાબતો શીખશે. કર્નાટક રાજ્યની ટોપ લેવલની બે કોલેજોની વિઝિટ બાદ કોલેજની ટીમ રિપોર્ટ અને પ્રેઝન્ટેશન તૈયાર કરશે. આ ડોક્યુમેન્ટ્સ રાજ્યની અન્ય B ગ્રેડ કક્ષાની યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે વહેંચવામાં આવશે જેથી તે સંસ્થાઓ પણ ગુણવત્તા સુધારવા માર્ગદર્શન મેળવશે.